STORYMIRROR

"Komal Deriya"

Abstract Romance

4  

"Komal Deriya"

Abstract Romance

દિલની રાણી

દિલની રાણી

1 min
200

સૌથી અનોખી એની કહાણી, 

એ મારા દિલના ડાયરાની રાણી,


જગ આખાયમાં સૌને વ્હાલી 

એની ગોળ જેવી મીઠી વાણી, 


શબ્દોની એ જાજમ પાથરે

જાણે દરિયામાં નદીનું પાણી, 


બધા સમજવામાં વ્યસ્ત છે 

પણ મને એની આંખો વંચાણી,


એ અડિયલ ચહેરા પાછળ

જાણે એક માસુમ પરી છૂપાણી,


નાક પર ગુસ્સો લઈ ફરતી 'ને

એની તસવીર હ્દયે છપાણી,


મળવાની આરઝૂ હજુ છે જ

પણ એ મને સપનામાં દેખાણી,


હું બની ગયો પ્રેમમાં પાગલ

પણ છે એ હજુય દિલની રાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract