દીકરી કોલેજ જાય છે
દીકરી કોલેજ જાય છે


વાત જૂની આજ તાજી થાય છે,
પેન-પાટી લઈ ને, સ્કૂલે ભણવા જાય છે,
સમય કેટલો જલ્દી વહી જાય છે,
દીકરી મારી, આજ કોલેજ જાય છે.
નર્સરીથી કેજી, ને પ્રાયમરી જાય છે,
માધ્યમિક પણ પછી ઉચ્ચત્તર થાય છે,
નોટબુક લઈને જાતી, હવે 'નોટબુક' લઈ જાય છે,
દીકરી મારી, આજ કોલેજ જાય છે.
સમયની જોને રેત, કેવી સરી જાય છે,
ઢીંગલી નાની, જાણે પરી થાય છે,
રમત રમતાંં ખૂબ ભણી જાય છે,
દીકરી મારી, આજ કોલેજ જાય છે.
હસતી ને રડતી, નાચતી ને કૂદતી, પ્લેહાઉસમાં જાય છે,
"તારા વિના ગમતુું નથી", મમ્મીને કે'તી જાય છે,
છે ભીની આંખ આજ, પણ સવાલ બદલી જાય છે,
"જાઉંં છું થોડી દૂર, તમને ગમશેને?", મને પૂછતી જાય છે,
કલગી મારી, આજ કોલેજ જાય છે.