ધરાયો છે ?
ધરાયો છે ?
કરીને એ ઉધારી ખૂબ, ભાગીને છૂપાયો છે,
ઘણી જગ્યા છૂપાયો ને ગમાણેથી વળાયો છે,
અહીં માંગે તહીં માંગે, બધે માંગે બધે ભાગે,
ભરીને ફાંદ પડ્યો છે, છતાંયે ક્યાં ધરાયો છે ?
પછાડે પગ, હલાવે ડોક, ગાંડી દોટ મૂકે એ,
કહે ચાલાક પોતાને, ‘ઢ’ તો તોયે ગણાયો છે,
‘સ’ તો સંગીતનો જાણે નહીં ને રાગડા તાણે,
ગધેડા કાન ઢાંકે, રાગ એવો તો રચાયો છે,
રહે મન માખ જેવું, ડંખ સૌને મારતો ‘સાગર’,
ઘણો દોડ્યો છતાંયે, જાળમાં પૂરો ફસાયો છે.
