ધરા ખીલી ઊઠી
ધરા ખીલી ઊઠી
ઉનાળે ધરા બની છે ઉજ્જડ
મેઘરાજાની રાહમાં ઊભી છે સજ્જડ
વરસાદ આવે ને ધરા ખીલી રે ઊઠી !
ખેડૂત રાહમાં બેઠા ધોરીડા લઈ
વાવણી કરવા બીજ તૈયાર લઈ
વરસાદ આવે ને ધરા ખીલી રે ઊઠી !
મોરભાઈ ટહુક્યા મોસમ મજાની થઈ
સૂકી ધરાને પ્રાણ નવા આજે દઈ
વરસાદ આવે ને ધરા ખીલી રે ઊઠી !
લીલી હરિયાળી ધરા મહેકતી થઈ
આકાશે કાળી વાદલડી જોઈ
વરસાદ આવે ને ધરા ખીલી રે ઊઠી !
સૂરજદાદા જોને ઠંડક પકડી જઈ
શીતળ છાંયડી ને આભે ધરી દઈ
વરસાદ આવે ને ધરા ખીલી રે ઊઠી !
ધરાએ ઓઢ્યા છે લીલા લીલા રંગ
કાળી કાળી વાદલડીને સંગ
વરસાદ આવે ને ધરા ખીલી રે ઊઠી !
