ધન્ય ઘડી ધન્ય ભાગ્ય
ધન્ય ઘડી ધન્ય ભાગ્ય
હતી એ ધન્ય ઘડી ધન્ય ભાગ્ય
ચંદ્ર સુધી પહોંચવાની એ ઘડી
અજવાળે ઉતર્યા સહું જાણી,
અંધારે ઉતર્યા ચંદ્રની જગ્યા અજાણી,
દુનિયાએ ફરી ભારતની ભાત પિછાણી
દુનિયાની ભારતની માન્યતા બદલાણી,
નિષ્ફળ થયા હરખાણી આખી દુનિયા
સફળ થયા તિરંગો લઈ ફરતી દુનિયા,
ગર્વ છે ભારતને ઈસરો, વૈજ્ઞાનિકો તેના
બીએસએનએલ હતું ન તૂટ્યા તાર તેના
23/8/23 વાર બુધવાર ને સાંજે 6.04
થંભી ગઈ ધડકનો દુનિયા તણી આવામની,
ને, ઊઠી ગુંજ જય જય હિન્દુસ્તાનની
ને, ચાંદ પર તિરંગાની હવા ફેલાણી
તિરંગાની દુનિયાને આખી વાત સમજાણી.