અફવા હતી
અફવા હતી
સાચવીતી રાતની, કોઈક પળ, અફવા હતી
ને ઉભી થઇ વાતની, આ ભાંજગડ, અફવા હતી
પ્રેસમાં, જીવનની સમજણ, છાપવા આપી હતી
જિંદગી છપાણી હતી, કાગળના સળ, અફવા હતી
આભ ફાટ્યું, તારલા વેરાઇ ને, તૂટી પડ્યા
કોઇની સાજીશ, આકાશે છે તડ, અફવા હતી
હરણ જેવી જીદ, લઇને દોડતા, આયખું આખું
રેતના રણ, ઝાંઝવા વરસ્યા, છે જળ, અફવા હતી
એક જ સાંકળ હતી, બંધ બારણાને, જોડતી
સાંખમાં તાળાને, ન્હોતી કોઇ કળ, અફવા હતી
નરેન્દ્ર ત્રિવેદી.......
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐