STORYMIRROR

mahendr prajapati

Abstract Romance

3  

mahendr prajapati

Abstract Romance

શું તું સાચે જ ખુશ છે ?

શું તું સાચે જ ખુશ છે ?

1 min
116

શુંં તું સાચે જ ખુશ છે ?

મેં તને ક્યારે હસતા જોઈ ? એ મને યાદ નથી,

તે છેલ્લે ક્યારે નવી સાડી ખરીદી ? એની મને ભાળ નથી,

પાણીપુરી તો તે સાવ છોડી જ દીધી,

અને સાવ સુનમુન રહેવાની ધૂન પકડી લીધી,

અને તું કહે છે તું ખુશ છે, શું તું સાચે જ ખુશ છે ?


ટી.વી ના રીમોર્ટને મેં એકાંતમાં પહેલીવાર જોયું,

ગેસ પરના દૂધને ઉભરાતા મેં પહેલીવાર જોયું,

તારું બનાવેલું બેસ્વાદ જમવાનું હું પહેલીવાર જમ્યો,

તારું અકારણ મૌન આજે પહેલીવાર મને ખટક્યું,

અને તું કહે છે તું ખુશ છે, શું તું સાચે જ ખુશ છે ?


તારા હાથમાંથી સરી પડેલા કાચનો,

એક એક ટુકડો મારા હૃદયમાં ભોંકાઈ ગયો,

તારા ઓશિકાની ભીનાશે, મને ખોખલો કરી નાખ્યો,

તારી વાચાના આરામે, મારા જીવનને વિરામ આપી દીધો,

અને તું કહે છે તું ખુશ છે, શું તું સાચે જ ખુશ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract