STORYMIRROR

Kaushik Dave

Abstract Inspirational Children

3  

Kaushik Dave

Abstract Inspirational Children

એક શિક્ષક એવા

એક શિક્ષક એવા

1 min
178

એક શિક્ષક એવા

આંખોમાં કડકાઈ છે,

દિલમાં તો નરમાઈ છે,

એવા મારા ટીચર ને,

મારા શત શત વંદન છે,


અંગ્રેજીનું જ્ઞાન એવું,

ફટાફટ શીખવાડતા જાય,

ના આવડે ત્યારે એ,

શિક્ષા પણ આપતા જાય,


એક ટીચર સાયન્સના એવા,

માયાળુ ને મળતાવડા એવા,

વિદ્યાર્થીઓને સહકાર આપી,

નવું નવું વિજ્ઞાનનું શિક્ષણ આપતા જાય,


સૂર્ય ગ્રહણ ને ચંદ્ર ગ્રહણ પણ,

સાથે સાથે સમજાવતા જાય,

ભૂગોળ ને પૃથ્વી વિશે વિશેષ,

વિસ્તારથી સમજાવતા જાય,


પોપટીયુ જ્ઞાન મેળવી હું પાસ થયો,

જીવનના સિધ્ધાંત ને ભૂલીને જીવ્યો,

આવી પળ જીવનમાં એવી,

એ શિક્ષકોની યાદ આવે એવી,


જીવન હવે મારૂં બદલાતું જાય,

સચ્ચાઈના પથ પર ચાલતું જાય,

આવે જો જીવનમાં મુશ્કેલીઓ,

એ શિક્ષકોને યાદ કરતો જાવ,


એ શિક્ષકોને યાદ કરીને હું,

આજ પણ સન્માન આપતો જાવ,

પ્રેરણા, આદર્શ ને કર્તવ્ય નિષ્ઠા,

એ શિક્ષકો પાસેથી મળતું જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract