મેઘો મંડાયો
મેઘો મંડાયો
1 min
6
તડકો છાંયડો જોતા જોતા આકાશે વાદળો ઘેરાયા,
પવન નથી, પણ બાફ છે, વાદળો તને માફ છે !
જોઈ રહ્યા છે વાદળો, દોડતા દોડતા વાતો કરે,
માણસ પણ કેવો છે, વરસાદ ના પડે એવી વાત કરે,
આકાશે ઘેરાયેલા વાદળો, બાળકોને મજા પડે
હાશ પડશે વરસાદ, વરસાદની રાહ જુએ,
ઓફિસમાંથી બેઠો માનવ વાદળો જોઈ વિચાર કરે,
થોડી વાર રોકાઈ જાય, વરસાદ ના પડે એવી વાત કરે,
પણ ના ગણકારતા વાદળો, બાળકો માટે વરસાદ પડે,
વરસાદ પડતાં જોઈને, બાળકો વરસાદમાં મસ્તી કરે,
કેવો મોસમ બની ગયો છે, વરસાદની આપણે રાહ જોઈએ,
વાદળોનું સ્વાગત કરો, વરસાદ પડે એવી ખેડૂત પ્રાર્થના કરે.
