સમજાતું નથી
સમજાતું નથી


શું કહેવું ? શું કરવું ? કશું સમજાતું નથી,
કેટલાય રહસ્ય જીવનના એવા છે જે ઉકેલાતા નથી.
લાગે છે એક ક્ષણ કે આ દુનિયા, સપ્તરંગી રંગોથી ભરેલી છે !
આંખનો પલકારો પડતાં જ જાણે દુનિયા બેરંગ બની ગઈ હોય એવું લાગે.
શું સત્ય છે ? શું હકીકત છે ? સમજાતું નથી આજ,
જીવનને સવારવામાં જ મૃત્યુ ક્યારે આવીને ઊભું રહેશે સમજાતું નથી આજ.
નથી સમજાતું કે,
સૃષ્ટિનાં કણ-કણમાં તારો વાસ છે,
છતાંય જ્યાં જોઉં છું ત્યાં કઠોર દયાહીન શૂન્યતા વ્યાપેલી દેખાય છે.
કરું છું પ્રાર્થના, આ જગતના નાથ ને,
તારી બનાવેલ આ દુનિયામાં,
સુખ મેળવવાની લ્હાયમાં અધીરો બનેલો હું,
મને થોડી તારી ભક્તિ તરફ વળવાનો સંકેત આપજે.