ભૂખ
ભૂખ


નથી એકે માનવી આ જગતમાં એવો
લાગતી હોય નહીં કદી જેને ભૂખ તેવો,
ક્ષુધા બધાના સુખ દુઃખની છે જનેતા
ભૂખમરાના નામે કેટલાય બન્યા નેતા,
લાલચુંની ભાંગતી નથી ક્યારેય ભૂખ
વળી નિર્ધનને ભૂખ ભાંગવાનું છે દુઃખ,
ધનવાનને લાગતી નથી ભૂખ હરોજ
થતી નથી રુચિ ભૂખ મરી જાય દરોજ,
શ્રીમંત ખાઈને પચવાની ખાતા દવા
ખાવા મળે એની ગરીબ માંગતા દુઆ,
ધનવંત સવારે દોડતા ખાધેલું પચવા
દીન દોડતા દયાવાન ભૂખથી બચવા,
રંકને જ્યાં પેટ પૂજાના ફાંફા એક ટાણે
તાલેવંત જાય દિવસે દસ વાર હટાણે,
નથી એકે માનવી આ જગતમાં એવો
ભૂખ ભાંગે એવો મળી ગયે જોવા જેવો.