STORYMIRROR

"Komal Deriya"

Abstract Romance

3  

"Komal Deriya"

Abstract Romance

હવે કોને કહેવાનું ?

હવે કોને કહેવાનું ?

1 min
48

મારી આંગળી પકડીને ચાલવાનું,

મારી સાવ નકામી વાતો સાંભળવાનું, 


નાની નાની વાતમાં રીસાઈ જવાનું, 

'ને એક ચોકલેટમાં મનાઈ પણ જવાનું, 


મારી સાથે કોઈ કારણ વિના ઝઘડવાનું, 

હા, કારણ છે તું અનંત મારા હસવાનું, 


ખુલ્લી આંખે બસ તારા સપના જોવાનું, 

તારાથી દૂર તોય તારી સાથે રહેવાનું, 


એકદમ ચૂપ થઈ તને જ જોયા કરવાનું, 

તું તો નારાજ છે મારાથી તો

હવે કવિતામાં બધું હવે કોને કહેવાનું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract