માંજર, ઝાંઝર અને ખંજર
માંજર, ઝાંઝર અને ખંજર

1 min

39
તુલસી ક્યારે મહેકે માંજર
તિતલી નાચે પગમાં ઝાંઝર,
ચકલી માળે ચીં ચીં બોલે
બચ્ચા સૂતાં ઝાડની પોલે,
ટપકે પાણી ધીરી ધારે,
ઝીલે ચાંચે ઝીણી ઝારે,
ઊડે ઉપર ખુલ્લી પાંખે
તીણી નજરે જુવે આંખે,
સરવા કાને સાંભળી વાણી
તીતી ફફડે પારધી જાણી,
માંજર ખરતાં જોઈ જાણી
જાણે મનખે તીર તાણી,
તુલસી ક્યારે મહેકે માંજર
મનવે શાને ખખડે ખંજર ?