ગુગલ
ગુગલ
સત્ય સમજતાં નથી, બસ ભર્યું અમે ઓકિયે
ચકાસવું નહીં જરા, પણ તમે ભરોસો કરો ?
નસીબ ઉપરે છોડો ? બસ તમે જરા પારખો
તપાસવું રગે રગે, તરત માહિતી આપશે,
અમે મૂઠ રહ્યાં પૂરા, મરવું પાકું જો આંધળા
બની ગુગલ પાછળે, પરખ બીન જોતાં રહો,
સમંદર છું માહિતી, અઢળકે ઢળે ગુગલે
ઉછાળવું હસ્ત વતી, ગટર નાળુ માની મને,
સત્ય સમજતાં નથી, બસ ભર્યું અમે ઓકિયે
તમે સમજ કેળવો, ઉપયુક્ત અમે તો પછી.