STORYMIRROR

Deepu Bela

Abstract Inspirational Others

3  

Deepu Bela

Abstract Inspirational Others

હા હું શિક્ષક છું

હા હું શિક્ષક છું

1 min
149

પ્રતિભાનો સર્જક હું શિક્ષક છું.

કેળવણીનો પાયો હું શિક્ષક છું.


મારગ ભૂલેલાને સાચા માર્ગે લાવનાર હું શિક્ષક છું.

નાની પગલીને પંથ બતાવનાર હું શિક્ષક છું.


કાળા પાટિયામાંથી ઉન્નતિનો સૂર્ય ઉગડનાર હું શિક્ષક છું.

કલમ ને તલવારનો સર્જક હું શિક્ષક છું.


શૌર્યને સાહસનો સર્જક હું શિક્ષક છું.

શૂન્યમાંથી સર્જન કરનાર હું શિક્ષક છું.


અજ્ઞાનતાના અંધકારમાંથી...

જ્ઞાનની જ્યોત જલાવનાર હું શિક્ષક છું.

માટીના પૂતળામાં માનવતા સિંચનાર હું શિક્ષક છું.


સર્જનને વિનાશ મારા હથિયાર....

શબ્દોની કુંતલજાળથી સર્જન કરનાર...


વિફરું તો વિનાશને નોતરનાર....

હું શિક્ષક છું.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract