STORYMIRROR

Deepu Bela

Abstract Fantasy Others

3  

Deepu Bela

Abstract Fantasy Others

હું શિક્ષક છું..!!

હું શિક્ષક છું..!!

1 min
305

પ્રતિભાનો સર્જક હું શિક્ષક છું.

કેળવણીનો પાયો હું શિક્ષક છું.


મારગ ભૂલેલા ને સાચા માર્ગે લાવનાર હું શિક્ષક છું.

નાની પગલીને પંથ બતાવનાર હું શિક્ષક છું.


કાળા પાટિયામાંથી ઉન્નતિનો સૂર્ય ઉગાડનાર હું શિક્ષક છું.

કલમ ને તલવારનો સર્જક હું શિક્ષક છું.


શૌર્ય ને સાહસનો સર્જક હું શિક્ષક છું.

શૂન્યમાંથી સર્જન કરનાર હું શિક્ષક છું.


અજ્ઞાનતાના અંધકારમાંથી...

જ્ઞાનની જ્યોત જલાવનાર હું શિક્ષક છું.

માટીના પૂતળામાં માનવતા સિંચનાર હું શિક્ષક છું.


સર્જન ને વિનાશ મારા હથિયાર ....

શબ્દોની કુંતલજાળથી સર્જન કરનાર...

વિફરું તો વિનાશને નોતરનાર....

હું શિક્ષક છું.....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract