યાદોનું માવઠું..!
યાદોનું માવઠું..!


આવ્યો ધરતી નો સાદ, પીડાનો નહિ કોઈ પાર છે આજે માનવ બહુ લાચાર હે મારા નાથ આજ આવી ને તું ઉગાર..!!
સાંભળ્યો ધરતી નો સાદ, થયો ગગન ને વિષાદ... ધરતી ને મળવા ગગન વરસ્યું વાદળ બની ને નયન.... માટી ની મીઠી સોડમ ફેલાવે આજે પ્રેમ નો પવન જાણે મળ્યું આજે ધરતી ને ગગન...
કેવી અજીબ છે આ પ્રેમની ગાથા... ચાર માસનું મિલન ને આઠ માસ વિરહની વ્યથા.. વળી એમાં યાદોની પ્રથા... ચોમાસાની મીઠી પલોની યાદોમાં આજે ગગન પણ રોઈ ઉઠ્યું ને બેઠું ધરતી પર આજે યાદોનું માવઠું.