STORYMIRROR

Deepu Bela

Others

3  

Deepu Bela

Others

ક્રિષ્ના આગમન

ક્રિષ્ના આગમન

1 min
227

નટખટ નાગર નંદ કિશોર,

મુરલીમનોહર માખણચોર,

રાધાનો શ્યામ, ગોપીનો કાન

યશોદાનો લાલો, નંદનો દુલારો


દેવકીનો બાળ, વાસુદેવનો પ્રાણ

કંસનો કાળ, આહિરોનો આધાર,

ગોકુળનો ગોવાળીયો, મથુરાનો રાજા

દ્વારિકાનો નાથ, મીરાનો ગીરધર,


સુરદાસની નજર, નરસૈંયાનો શામળિયો,

દ્રૌપદીનો વીર, પૂર્યા ભરી સભામાં ચિર,

અર્જુનનો સારથી, બતાવ્યો પંથ પરમાર્થી,

ગીતાનો ગવૈયો, ગાયોનો ચરવૈયો,


કાળી નાગનો નથૈયો, બંસીનો બજૈયો,

ગોવર્ધનનો ધરનારો ગોવર્ધન ધારી,

બાંકે બિહારી, બંસીધારી,

ઓવારણાં લઉં વારી વારી,


અરે કોઈ નગરી સજાવો,

તોરણીયા બંધાવો,

ફૂલ સુગંધી વેરાવો,

શોર મચાવો આઠે જામ,


ગીત સુરીલા ગાવો,

માખણ મીસરી ભોગ લગાવો,

વસ્ત્રો અવનવા લાવો,

મારા વાલાને નવા વાઘા પેરાવો,


અરે આવ્યો છે મારો,

વાલો શ્રી ક્રિષ્ના કનૈયો,

એના આગમનનો,

તહેવાર મનાવો.



Rate this content
Log in