રણ
રણ


રેતી વાવી, તરબતર ને, પાથરી ભૂમિ શીરે
ઊંચે તાપે, ગરમ રણને, વાંઝણું રાખવાને,
દિ દેખાડ્યો, અતિશય ઊનો, રેત જાણે ધગીને
રાતી રાતી, ભડભડ બળે, જોગ માયા તપીને,
રાતે ટાઢો, બરફ સરખો, વાયરો સૂસવાટે
થીજે વાયું, હિમ તરસતો, ભોમકા ઠૂંઠવાતી,
ભૂખે પેટે, પવન જમતાં, ઊંટ ઊંચા શરીરે
લાદી ભારે, જણસ જનની, ખૂંધ આખી ભરીને,
વંટોળીયા, વગર મફતે, રોજ વેગે ઊડીને
લૂખુંપાખું, મલક ઉજડે, વાયું પાપે રડીને,
રેતી વાવી, તરબતર ને, પાથરી ભૂમિ શીરે
કેવો સૂકો, અભર મનખો, માનવી દીલે મોટો.