રોકી નહીં શકો....
રોકી નહીં શકો....
રોકી નહીં શકો....
વાત હશે એ આઈની, તેને રોકી નહીં શકો
બેફામ થયા પછી, કૈ તેને ટોકી નહીં શકો
વાત નીકળી આ પ્રકૃતિમાં, ફેરફાર શાને
આપ્યાં હશે સંકેત તેણે, એ ગોતી નહીં શકો
પરિતાપ સોશિયલ મીડિયાનો, ફેલાય છે
કહેવું છે ઘણું બધું, પણ બોલી નહીં શકો
ચીંથરે વીત્યું રતન હોય છે, રહે અદૃશ્ય
ભેળાયેલા સમાજમાં, તેને શોધી નહીં શકો
કહેવાય છે બાંધી મુઠ્ઠી લાખની, હોય છે શું?
જાણતા હશો ભેદ કોઈ, એ ખોલી નહીં શકો
નરેન્દ્ર ત્રિવેદી.......
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐