STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Comedy Others

ધમપછાડા

ધમપછાડા

1 min
227

ફરતી દુનિયા ધમપછાડા

ઢાંકપિછોડો તાતા થૈયા

કરતા બધા ધમપછાડા,


ઉપર નીચે..આગળ પાછળ

બસ કરો હવે બૂમબરાડા

કરતા બધા ધમપછાડા,


આ આવી ગ્યો..હું રહી ગ્યાં

ખેંચા ખેંચી.. ટાંટિયા તોડી

ધુમધબકા..ધમપછાડા,


શાંતિની તો ઐસીતૈસી

પૈસા માટે હુંસાતુસી

ઉધાર માટે આંટાફેરા

કરતી દુનિયા ધમપછાડા,


તમે આઘા રો' લપેટી લેશે

આ દુનિયા છે ચતુર..

સાચું ખોટું ફાનગપતિયા

કરતી દુનિયા ધમપછાડા,


માયા નામે રમત રમતો

મંદિરનો આ ધરમ ધક્કો

કર્મ નહીં કરી નાંખવા

કરતી દુનિયા ધમપછાડા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract