દેશ
દેશ
રંગ ભાતીગળ ગણાતો દેશ મારો,
જોમ ખમતીધર કમાતો દેશ મારો,
ભાત એની છે અનોખી વિશ્વ ફલકે,
ભાવ સમતા સમ કળાતો દેશ મારો,
છે પ્રજા પણ શાંત એની, એક સંપી,
સંતથી ધરખમ જણાતો દેશ મારો,
વેદ ને વેદાંગ,શાસ્ત્રોથી સભર છે,
શ્વાસ બળવત્તર ભરાતો દેશ મારો,
કેસરી, લીલો, સફેદી રંગ ફરકે
ધ્વજ ગર્વે ફરફરાતો દેશ મારો,
છે હિમાલય તો અડગ, ઊંચો જગતમાં,
ધ્યેય શિખરો સર કરાતો દેશ મારો,
નીર પાવન તો વહે ગંગા સરીખા,
પૂણ્ય પર્વોથી સજાતો દેશ મારો.
