STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

દે જિંદગી -હઝલ

દે જિંદગી -હઝલ

1 min
385

ભાગવાની સજા દે જિંદગી,

કે તમાચે મજા દે જિંદગી,


પ્રેમ છે તેમનો એ રીતનો,

માર ખાવા ગજાં દે જિંદગી,


માર ખાધા પછી ખપ લાગશે,

ચીંથરું, પણ ધજા દે જિંદગી,


કામ પત્યા પછી મળશે ગલી,

બેસવાનાં છજાં દે જિંદગી,


આમ નોકર બની 'સાગર' રહે,

નોકરીથી રજા દે જિંદગી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy