ડરામણું દ્રશ્ય
ડરામણું દ્રશ્ય
ઊગાડ્યાં નહીં મેં તો વૃક્ષો એક રે લોલ
કાપ્યા છે મોટા મોટા ઝાડ રે
ડરામણું દ્રશ્ય પ્રકૃતિતણું જોવા થઈએ તૈયાર રે સૌ !
નદી તણાં નીર નહી જતા રે લોલ
બચાવ્યાં નહીં મેઘ જળ રે
ડરામણું દ્રશ્ય પ્રકૃતિતણું જોવા થઈએ તૈયાર રે સૌ !
પર્યાવરણ થકી સજીવસૃષ્ટિ રે લોલ
એના કીધાં નહીં મેં તો મોલ રે
ડરામણું દ્રશ્ય પ્રકૃતિતણું જોવા થઈએ તૈયાર રે સૌ !
ધરા થકી મળ્યા અન્ન, રહેઠાણ રે લોલ
એના છેદન કર્યા અપાર રે
ડરામણું દ્રશ્ય પ્રકૃતિતણું જોવા થઈએ તૈયાર રે સૌ !
ભૌતિક સુખ પાછળ બહું દોડ્યા રે લોલ
કુદરતી સંપત્તિ અમે વેડફી રે