Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Comedy

4.8  

'Sagar' Ramolia

Comedy

દાદાગીરી મૂક

દાદાગીરી મૂક

1 min
366


અત્યાર સુધી ખૂબ હલાવી, દાદાગીરી મૂક !

કોઈની પીડા નજરે ન આવી, દાદાગીરી મૂક !


દાદાગીરીમાં મગજ ગયું,

ગયું સઘળું ભાન;

તારી સમીપતા સૌને ડંખે,

રહ્યું નહિ જરા માન,

સુધરી જા મુખ મલકાવી, દાદાગીરી મૂક !

અત્યાર સુધી ખૂબ હલાવી, દાદાગીરી મૂક !


દાદાગીરી સંબંધ બગાડે,

બગાડે સઘળાં કામ;

ટાણું આવશે મુસીબતોનું,

કામ નહિ આવે દામ,

પ્રેમથી લે જીવન સજાવી, દાદાગીરી મૂક !

અત્યાર સુધી ખૂબ હલાવી, દાદાગીરી મૂક !


Rate this content
Log in