STORYMIRROR

Pranav Kava

Abstract Inspirational

3  

Pranav Kava

Abstract Inspirational

ચિંગારી

ચિંગારી

1 min
165

વાત વાતમાં જોતા જો ને આ પ્રગટી ચિંગારી,

એકમેકનું લેવાની વૃત્તિથી દિલમાં પ્રગટી ચિંગારી,


ભવોભવની જગ જુવાળમાંથી જન્મતા પ્રગટી ચિંગારી,

માનવ મહેરામણના મેળામાં સંબંધોમાં પ્રગટી ચિંગારી,


શાંતિ ડહોળતી હતાશામાં લાગણીમાં પ્રગટી ચિંગારી,

જીવનભરની સોગાતમાંથી વારસામાં પ્રગટી ચિંગારી,


બોલી બદલાય કડવાશમાં વાતોમાં પ્રગટી ચિંગારી,

આંસુ ભરેલ વિશાળ દરિયામાં ચિંતાની પ્રગટી ચિંગારી,


સૂકાતી ધરતીને પણ આ જોને પાણીની પ્રગટી ચિંગારી,

ઉજ્જડતા બદલાય છે આ વૃક્ષોમાં પ્રગટી ચિંગારી,


'પ્રણવની કલમ'ને લખવું કાંઈક એવું, જોને શબ્દોમાં પ્રગટી છે ચિંગારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract