STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Drama Children

4  

Vrajlal Sapovadia

Abstract Drama Children

છુક છુક ગાડી

છુક છુક ગાડી

1 min
69

સમાંતર ટ્રેનનાં બે પાટા પરોપકારી સ્થિતપ્રજ્ઞ 

ન મળે પોતે પણ મળાવે અનેક કેવો મહાયજ્ઞ 

ધણખૂંટ જેવું એન્જીન ફાડતી કાન સીટી વગાડે 

રોજરોજ ખેંચે ભાર એ કેટલો એક મહાકાય ગાડે,


ભાતભાતનાં ભર્યા ખીચોખીચ લોક ડબ્બે ડબ્બે 

જકડી રાખે સૌને જબરજસ્તી પાટા બબ્બે બબ્બે 

ટિકિટ લઈ દોડતાં બાવરાં બીકે ભાગશે તો ગાડી

હાથે માથે સામાને કોઈક હસતાં રોતાં અરર માડી,


સિગ્નલ મળ્યે પ્લેટફોર્મ છોડતી છુક છુક ગાડી

પછી સીધી ઊભી દોડતી પોતે રહી આખી આડી 

રાત દિવસ ઠંડી ગરમી વરસાદ બધું એકસરખું 

રાડારાડી કરતાં ફેરિયાં નીચે ઉતરે ને હું હરખું,


કાંધીમાં ગોઠવાયાં ઠામડાં જાણે હમણાં હેઠે પડશે 

ઠાંસોઠાંસ બેઠાં જ્યમ બટેટાં ગોદામ લાગે રડશે 

મારી સીટને ક્યાંથી તારી કરી જોરજોરથી લડશે 

કારીગર નાનામોટાં પાકીટમાર ખિસ્સાકાતરું જડશે,


સાંભળી પાવો સ્ટેશન આવ્યું હાંફળા ફાંફળા જાગે 

ભૂલી બધું ઊભે ટ્રેન ચોરની જેમ નીચે ઉતરી ભાગે 

સમાંતર ટ્રેનનાં બે પાટા પરોપકારી સ્થિતપ્રજ્ઞ 

આમ વળી આ પસેન્જર ક્યાં ઓછા છે સ્થિતપ્રજ્ઞ,


સમાંતર ટ્રેનનાં બે પાટા પરોપકારી સ્થિતપ્રજ્ઞ

ન મળે પોતે પણ મળાવે અનેક કેવો મહાયજ્ઞ

રેલ ગાડી રેલતી રેલાતી ફેલાતી મન મલકાતી 

ટિકિટબારી પ્લેટફોર્મ ડબ્બે ડબ્બે માણસે છલકાતી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract