ચહેરા પર સ્મિત સદા રાખવાનું
ચહેરા પર સ્મિત સદા રાખવાનું
ચહેરા પર સ્મિત તો સદા રાખવાનું,
જીવનને રોજ મોજથી માણવાનું,
ભલેને લાખો સમસ્યાઓ આવે,
પણ મજબૂત મનોબળ રાખવાનું,
હોય ભલે ને કંટાળી ડગર તારી,
તોય ફૂલની જેમ હંમેશા મહેકવાનું,
દુઃખ અને સુખ તો આવશે ને જશે,
બંનેમાં સમતોલપણું રાખવાનું,
ઈશ્વરે આપ્યું તને ખોબલે ભરી,
તો એક એક મુઠ્ઠી કોઈને આપવાનું,
માનવતા થકી મળશે તમે ઈશ્વર,
જીવનમાં દરેક ને દિલથી ચાહવાનું,
આ દુનિયા છે એક ધર્મશાળા મિસાલ
તો એમાં મુસાફર સમજી તારે રહેવાનું,
કરી લે ભેગું તું આજે સત્કર્મનું ભાથું,
બસ અંતે મારે છે એટલું જ કહેવાનું.
