STORYMIRROR

Deepa rajpara

Fantasy

4  

Deepa rajpara

Fantasy

ચાની મહેફિલ

ચાની મહેફિલ

1 min
249

ચાની કહાની કેટલી પ્યારી છે,

આહા ! ખુશ્બુ એની રુહાની છે,

અવર્ણનીય આ લહેજત ચાની છે !


અધરો સંગ એની ભેંટ સુહાની છે,

હાય ઇશ્કે-દરિયા મોજે રવાની છે,

અવર્ણનીય આ લહેજત ચા ની છે !


તાજગીની કુંપી એની પ્યાલી છે,

ગરમાતિ શ્વાસમાં ઉફાણ પૈમાની છે,

અવર્ણનીય આ લહેજત ચાની છે !


રંગ ગેરુઆ મદમસ્ત જવાની છે,

માટીની કુલ્લડમાં નૃત્ય કરંતી નારી છે,

અવર્ણનીય આ લહેજત ચા ની છે !


અલ્લડ દોસ્તોની મીઠી સંગિની છે,

અલગારી દાસ્તાનોની ગવાહી છે,

અવર્ણનીય આ લહેજત ચાની છે !

  

ખીલતી સવારે નવી રાગિણી છે,

બોજીલ સાંજે હુંફાળી સહેલી છે,

અવર્ણનીય આ લહેજત ચાની છે !


કવિઓની કલમની રેલાતી સ્યાહી છે,

યોગીઓની પરમાનંદ રસ સુરાહી છે,

અવર્ણનીય આ લહેજત ચાની છે !


એક એક ચૂસકી પર દુનિયા દિવાની છે,

તન-મન નશીલી સુરાવલી સૂફીયાની છે,

અવર્ણનીય આ લહેજત ચાની છે !


શું કહું ! તલબ એની અજબ મસ્તાની છે,

'દીપાવલી'ને ચા સંગ યારી પુરાની છે,

અવર્ણનીય આ લહેજત ચા ની છે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy