ચાલ્યા કરે
ચાલ્યા કરે
જિંદગી છે, ચાલ્યા કરે, આનું નામ જ છે સંસાર,
અગ્નિસંસ્કાર સુધી આપણે તો જાળવવાના છે સંસ્કાર,
ખોટું લગાડીને તો તું કરીશ તારી સાથે જ ખોટું
કુદરતે જે આપ્યું છે તેનો પ્રેમથી કરી લે સ્વીકાર,
જિંદગીને જીવતા શીખી લેવાનું છે તટસ્થ ભાવ સાથે
જિંદગી છે ક્યારેક મળે જીત તો ક્યારેક મળે હાર,
ધાર્મિક બનવાની સાથે આપણે બનવું જોઈએ આધ્યાત્મિક પણ
સુખઃદુખમાં નિર્લેપ થવાનું એ જ છે સોનેરી દ્વાર.
