STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

બનું પુણ્યવંત

બનું પુણ્યવંત

1 min
391

મર્યાં પછીએ રહેવું હોય જીવંત

કરીએ અંગદાન પુણ્ય છે અનંત

અન્ન ધનનાં દાન આપવા સહજ

અંગદાનથી પણ બનું પુણ્યવંત,


ન હયાત છતાંયે ધબકે અણનમ

શ્વાસોની સિતારે બાજે સરગમ

હૃદયનું દાન કરી બનું પુણ્યવંત,


મીંચી આંખો જાગે જો આતમ

મરીને ય નિહાળે સૃષ્ટિ એ રતન

આંખોનું દાન કરી બનું પુણ્યવંત,


મૃત્યુ સુધરે જતી વેળા થાય મન

મહત્મ્ય દાનનું જાણી કરું હવન

કિડનીનું દાન કરી બનું પુણ્યવંત,


ભલે બિમાર ઘરડું કે ઘસાયેલું તન

બને ઉપયોગી શીખવા થવા સર્જન

દેહનું દાન કરી હું બનું પુણ્યવંત.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract