STORYMIRROR

Amit Chauhan

Abstract

3  

Amit Chauhan

Abstract

બની ગયો છું

બની ગયો છું

1 min
182

શેકાયો ઘણો તાવડીમાં 

ન ફૂટ્યો એવો ચણો બની ગયો છું,


પથ્થર સરીખો, બે દાઢ વચ્ચે દબાવો 

તોયે ન તૂટે કઠણ એવો ચણો બની ગયો છું,


ઢીલાં-પોચા ક્યારે ને કોની સમક્ષ રહેવાય 

એ રહસ્યની જાણ થઈ ગઈ,


ક્યારેક સૂરસૂરિયું થનારો તો 

ક્યારેક ફૂટનારો 

બોમ્બ બની ગયો છું,


ખોખલા-દંભી-બનાવટી વિચારો પાછળ શું કામ દોડું

વિચાર ભલે મારો મને માલદાર ન બનાવે, તોયે 

એમાં રાચનારો જડ બની ગયો છું,


ક્ષમતા મુજબ તો ઘણું મેળવવા હકદાર છું,

ઓછું લઈ બતાવી દીધું ઈશ સમો બની ગયો છું,


ચાર દીવાલો અને એક છત કંઈ એટલો બધો આનંદ આપે ?!

સાચું કહું હમણાં જ ગાડીના પાટાથી થોડે દૂર 

સૂતેલા એક શખ્સની મીઠી નીંદર ભાળી ગયો છું. 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract