બખડજંતર
બખડજંતર
નાકમાં આવે વાસ ગજબની
છાંટે છે એ નકલી અત્તર....... બખડજંતર
હવે એક સાંધો ને સત્તર તૂટે છે...
છ ફૂટનું વધ્યું અંતર... બખડજંતર
એક આશા ને લાખ નિરાશા
વધેર્યા નાહકના શ્રીફળ...બખડજંતર
ભૂલ ભૂલામની બધા રસ્તે
બધા રસ્તે કાંટા કંકર...બખળજાંતર
અંદરનું કોઈ ગોથા ખાતું
ઓળખીતું છે કે છે પારકું...બખડજંતર
ઘરનું ઘર મે હપ્તે બાંધ્યું
તે રેતીનું કરજ ઉતાર્યું...? બખડજંતર
વહાલી લાગે પારકી પળોજણ
તમે વાચ્યું આ પડોસણ......બખડજંતર
ભાંગ પીને બાવો ભટકે
એમ નહીં હાથમાં આવે શંકર... બખડજંતર
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા
પ્રજા ના ટકલે તાંડવ થાતાં..... બખડજંતર
પકડો એને જુઓ પેલાનું
કામ ચાલે છે અંદર અંદર.....બખડજંતર
કોણ કરે છે ? ખબર છે તમને ?
શોધો પહેલા ખુદની અંદર.....બખડજંતર
