ભૂત આવ્યું
ભૂત આવ્યું
ભૂત આવ્યું ભૂત આવ્યું
ધૂણતું પલીત આવ્યું,
ધૂણવામાં ભાન આવ્યું
અંદર નું બા'ર આવ્યું,
ચૂડેલ આવી જિન આવ્યું
ખાલી પેટ ભરીને આવ્યું,
લાંબુ થાતું ઝંડ આવ્યું
યાદ બધું લંદફંદ આવ્યું,
ઓલી આંબલીનું નામ આવ્યું
ભૂવાનું તો કોમ આવ્યું,
અંદરથી કોણ આવ્યું
સાચું છે તે બહાર આવ્યું..
દુનિયાનું ભાન આવ્યું
હું કેવો તે જ્ઞાન આવ્યું.
