ભુલી જાય છે
ભુલી જાય છે
મળ્યા પછી મંઝીલ, ઉત્સાહ ઓસરી જાય છે,
રાહી એમ સફરનો, રોમાંચ ભુલી જાય છે !
મળ્યાં પછી “ચાહત”, લાગણી બદલાઈ જાય છે,
પ્રેમી એમ પ્રેમની, કિંમત ભુલી જાય છે !
મળ્યાં પછી દોલત, દોસ્તી બદલાઈ જાય છે,
મિત્ર એમ દોસ્તીની, કિંમત ભુલી જાય છે !
મળ્યાં પછી આઘાત, માણસ બદલાઈ જાય છે,
દિલ એમ બીજાને, વિશ્વાસ કરવાનું ભુલી જાય છે !
મળ્યાં પછી ગમ, શબ્દો બદલાઈ જાય છે,
ને, કવિ એમ આમજ, શાયર બની જાય છે!
