STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Tragedy

3  

Rekha Shukla

Abstract Drama Tragedy

ભોલેનાથ

ભોલેનાથ

1 min
178

મોત થઈને આવે તો ભગવાન કોને કહેવાનું ?

અસ્તિત્વ તારું સમજાવ અમને,

બસ હવે બહું થયું તું જ સાંભળ અમને

તારે મારવા જ છે ને કહી દે અમને,


પણ એક સાથે મારવા હોય તેટલા મારી નાંખને

આ રોજ રોજ મારે છે તે નથી ગમતું,


શ્રાવણ માસે શા સારું પજવા તને

વિનંતી કરીએ અરજ કરીએ તોય તું ના ગાંઠે અમને,

આ રોજ રોજ જોડવાના હાથ તે નથી જોવાતું,


ભોળો તું ભોલેનાથ થઈ આમ બાળે અમને,

માન્યો દેવાધિદેવ તને આમ રાક્ષસ જેમ ના માર બધાને,

આ કોરોના મરે તો માનીએ બાકી નથી સહેવાતું,


પ્રભુ તને પડકાર્યો કરી પ્રાર્થના હવે ના ડરાવ અમને,

જાણી લીધો તું જ સજા દે કોરાના ને દૈ ભગાડને,


તું ધરાણો નથી રોજ રાખથી એ નથી ફાવતું 

તને બેસાડ્યો મંદિરિયામાં હવે તો સહાય કરને,


તડપાવી તરસાવી ને જીવ લઈલે પ્રભુ થઈને

ગુસ્સે થઈને તાંડવ આદરે તે નથી પરવડતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract