STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

ભીતરની વાત ગઝલમાં લખું છું

ભીતરની વાત ગઝલમાં લખું છું

1 min
292

ગઝલમાં ભીતરનો ભાર હું કાઢું છું,

પોતાના લોકોથી હૈયે પડેલો માર હું કાઢું છું,


ભીતર ભંડારેલી છે મારે અઢળક વેદનાઓ,

દર્દ અને પીડાઓની વાતો અપરંપાર હું કાઢું છું,


સાંસોનાં તાર સાથે જોડાયેલું છે તારું નામ,

બસ મારા શબ્દોમાં આધાર એ હું કાઢું છું,


તારી સંગત જાણે મારી કિંમતી સોગાત થઈ ગઈ,

હૈયાની વાતો દસ બાર હું કાઢું છું,


લખી શકું હું દુનિયાની સર્વ શ્રેષ્ઠ ગઝલ,

એ માટે મારી પેનમાં ધાર હું કાઢું છું,


તારી સામે હું એકરાર કરી શકતી નથી,

એટલે જ શબ્દોમાં હૈયાની વાત પારાવાર હું કાઢું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract