બે નંબર
બે નંબર
દરરોજ જવાનું થાય ... બે નંબર
પેટ ખાલી થાય...
દિવસ સારો જાય
ખુલાસીને જો થાય....બે નંબર
રોજ પચી જાય
એના એંધાણ
ના હોય કોઈ રોગ
તો જવું પડે રોજ..... બે નંબર
કબજિયાતને નામ
એકવારમાં જ આરામ
જમાલ ગોટાને નામ....બે નંબર
સુબહ હોય કે શામ
કહા પે ભી હો
કરો ઇંતજામ
પૂરા કરો યે કામ...બે નંબર
જરા સાવધાન
સ્વચ્છતાનું પ્રાવધાન
હાથ ધોઈ કરો
સમાધાન.....બે નંબર....
ખુલ્લામાં મોકાણ
શરમ થોડી આણ
બંધ બારણે તું પતાવ.....બે નંબર
કરવા જેવું કામ
લાગે ત્યારે
આરામ છે હરામ.....બે નંબર
થાય તો સારું
ના થાય તો વિચારું
ક્યાં રહી ગઈ કચાશ....બે નંબર...
હાજતે જવું
એ પ્રાકૃતિક કામ
લાગે ગમે ત્યારે
ના રોકો એને
એવું કે છે જ્ઞાન.....બે નંબર
