બારણું
બારણું
કોઈ ખખડાવે
કોઈ ઠોકે,
કોઈ ખોલે
કોઈ વાસે,
કોઈ તોડે,
કોઈને બોલાવે
કોઈને કાઢે
કદી ચિપટી ભરાવે
કોઈ કપડાં ટીંગાડે
કોઈ તોરણ બંધાવે
કોઈ નાડ પણ લગાવે
કોઈ ગણેશ ચિતરાવે
કોઈ બજરંગને બેસાડે
ક્યાંક લક્ષ્મી પણ બિરાજે
કોઈ શુભ લાભ લખાવે
કોઈ 'આવતા રહેજો'નું
બોર્ડ પણ મરાવે
નામ પણ લખાવે
કોઈ લેન્સ પણ નંખાવે
બારણું કેટલું કરાવે...
એની અંદર પેસો એટલે હાશ
ને બહાર જાઓ તો મોકળાશ
કોઈ નું તૂટે
કોઈ ખીલીઓ પણ ઠોકે
કોઈ તોડાવે
કોઈ પૂજે
કોઈ પડદા મરાવે...
કદી ખુલતા અવાજ પણ કરે
કદી હવાથી એમનેમ ખૂલે
અંદર કઈ ઓર
બહાર નીકળે કૈક ઓર
શું આ બારણું શીખવાડે...
જેવા અંદર એવા બહાર
તો બારણાંની ક્યાં જરૂર પડે.
