બાળપણ
બાળપણ
નાનકડી પેન-પાટીથી લઈને મસમોટા થોથાંઓની વચ્ચે ક્યાંક ખોવાયું મારું બાળપણ,
ભીની માટીની મિજાજી સુવાસથી લઈને ધુમાડાઓના વંટોળ વચ્ચે ક્યાંક ખોવાયું મારું બાળપણ,
સદા માથે ફરતા પ્રેમના હાથથી લઈને કોઈનાથી ચીંધાતી આંગળી વચ્ચે ક્યાંક ખોવાયું મારું બાળપણ,
ખોખો, લંગડી, કબડ્ડી જેવી રમતોથી લઈને મોબાઈલ, કમ્પ્યુટર, ઈન્ટરનેટની માયાજાળની વચ્ચે ક્યાંક ખોવાયું મારું બાળપણ.
