STORYMIRROR

Dr. Foram Patel

Others

3  

Dr. Foram Patel

Others

મામા

મામા

1 min
2.8K

જે શબ્દ મા છે અહેસાસ 'મા' નો બે-બે વાર

શબ્દ છે એ સૌથી ન્યારો 'મામા'....


'મા' જેટલો જ મીઠોને મધુર શબ્દ છે 'મામા'....

નિઃસ્વાર્થ ને અખૂટ પ્રેમનું ઝરણું છે 'મામા'....


વ્હાલનો વરસાદ ને લાગણીઓની મીઠાશ છે 'મામા'....

અમૂલ્ય વાત્સલ્યનો ભંડાર છે 'મામા'....


સિતારાઓની વચ્ચે રહીને ચમકતા શીતળ ચાંદામામા કરતા પણ વધુ શીતળતાનો અહેસાસ છે 'મામા'....


કહેવાય છે નથી 'મા-બાપ'થી મોટું કોઈ;

પણ મારે મન 'આપ' નથી 'મા-બાપથી કમ'....


'જગથી ન્યારા,જગથી નોખા;

 સૌથી અનોખા 'મારા મામા'....'


Rate this content
Log in