ગુરુ
ગુરુ
ગુરુ એટલે જ્ઞાન અને ગુણોનો દિવ્ય સંગમ,
ગુરુ એટલે જીવનના સાચા મૂલ્યોની પ્રેરણા
આપનાર પ્રેરણાસ્ત્રોત,
ગુરુ એટલે જીવનપથ પર અંધકારથી ઉજાસ તરફ
લઈ જનાર પથદર્શક,
ગુરુ એટલે ભટકેલ મનને સાચો માર્ગ બતાવનાર
માર્ગદર્શક,
ગુરુ એટલે આ જન્મને ધન્ય બનાવનાર
પાવન આત્મા.
