STORYMIRROR

Dr. Foram Patel

Others

3  

Dr. Foram Patel

Others

કૃષ્ણઘેલી

કૃષ્ણઘેલી

1 min
164

નંદનો લાલ, દેવકી-યશોદાનો પ્રાણ કનૈયો,

મીરાનો માધવ, ગોપીઓનો ગોવાળ કનૈયો,


હિંચતે હિંડોળે મન મોહી લે છે મારો વ્હાલો, 

સોહામણે મુખડે હૈયાને વરી જાય છે મારો કાનો,


રાધેશ્યામની પ્રીત જગમાં સૌથી ન્યારી, 

મીઠી વાંસળીના સૂર સંગે લાગે દુલારી,


કાનાના પ્રેમની લાગી છે દરેક મનમાં હેલી, 

છોડી જંજાળ બનું હું બસ કૃષ્ણઘેલી.


સામગ્રીને રેટ આપો
લોગિન