Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr. Foram Patel

Others

3  

Dr. Foram Patel

Others

બાપની વેદના

બાપની વેદના

1 min
213

કપાઈ જાય છે કાળજું મારું,

જયારે બોલે છે કડવા વેણ લોહી મારું !

જેના માટે ઘસી નાખી જાત આખી,

એ કહે છે શું કર્યું તમે જિંદગી આખી !

કંપે છે હૈયું મારું હર દિ' ને રાત,

જયારે એ કહે છે શું કામની આ ઘરડી જાત !

એક બાપના બલિદાનો એ તો સુધારી તારી

જિંદગી વ્હાલાં,

તો શાને એ બાપને દુઃખી કરી કરે છે તો

દવાલા !

એ ન ભૂલ દીકરા કે મે જિંદગી ન વિતાવી હોત

ફાટેલા બુટમાં,

તો તું ન હોત આજે ટીપ-ટોપ સૂટમાં !

ન તમારી જેમ અમે ભેગું કરવા જીવતા,

અમે તો કાયમ ભેગું રહેવા જીવતા !

વાગે છે તલવાર કરતા શબ્દોના ઘા વધારે,

હર એક વેણ તારો પિંખે છે મને વારેવારે !

પારકાના દીધેલા દુઃખને તો હું ભૂલી જાણું,

પણ પોતાના જ દુઃખ દે તો ક્યાં જાઉં ?

Rate this content
Log in