STORYMIRROR

Dr. Foram Patel

Inspirational Others

3  

Dr. Foram Patel

Inspirational Others

સાચા સેવક સૈનિક..!!

સાચા સેવક સૈનિક..!!

1 min
262

ભારત મારી માતા ને હું રક્ષક એનો,

આપું છું બલિદાન મા ભોમની રક્ષા કાજે,


ઠંડી-ગરમી ને વરસાદને કરું છું હસતા મુખે સહન,

ઝીલું છે અનેક હથિયારો ને ગોળીઓને મારા શરીરે,


ગર્વ છે મને મા હું જનમ્યો મા તારી રક્ષા કાજે,

હર જન્મે મા આપજે અવસર તારી સેવાનો,


દેશ આખો મારો પરિવાર ને દેશવાસી મારા પરિવારજન,

વચન છે મારું મા મારું તને જીવીશ ત્યાં સુધી કરીશ તારું રક્ષણ,


મરીશ તો એ આવીશ મા તારા તિરંગામાં લપેટાઈને,

સ્વપ્ન છે મારું એક જ કે કદાપિ ન આવે તને ઉની આંચ,


આપજે પ્રભુ એટલી શક્તિ કે ક્યારેય ના પાછળ રહું મારા કર્તવ્યોથી,

કદી ન પડે ભ્રષ્ટાચાર ને કુકર્મોનો કાળો રંગ મારા પર,


વિનંતી કરું દેશવાસીઓ ને કે કદી એળે ના જવા દેતા મારા બલિદાનોને,

ભારત મારી માતા ને હું રક્ષક એનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational