રાહ મારા જીવનની
રાહ મારા જીવનની
નથી મારી ઝંખના ભીડ સંગે ચાલવાની,
મને તો છે આશ મંઝિલ સુધી પહોંચવાની,
નથી મને કોઈ જાહોજલાલીના શોખ ઘણાં,
મને તો છે વ્હાલાં પ્રેમભર્યા સંબંધોના તાંતણા,
નથી જાણવા નિયમ મારે આ દુનિયાદારીનાં,
મારે તો બસ ભણવા છે પાઠ સમજદારીના,
નથી કોડ મને શણગાર સજેલી મૂરતમાં,
મને તો છે રુચિ હાસ્ય વિખેરાતી સૂરતમાં,
નથી જરૂર મને એક તસ્વીરમાં સંપૂર્ણ કેદ થવાની,
મારે તો બસ માણવી છે દરેક પળ આ જીવનની !
