બાળપણ
બાળપણ
ભમ્મ દઈને પડેલા ને કીડી મરી'તી
બાળોતિયામાં આપણે છી છી કરી'તી
આપણને કોને કોને ગાલે બચી કરી'તી
દાઢીએ બકું ભમતી કરી'તી
દાદા ના ઝભલે પીપી કરી'તી
જામને ભૂલાવી દે એવો પગનો અંગૂઠો ચૂસે લો,
કોણ કોણ માલિશ કરાવી મસ્ત નીંદર માણી'તી
કોણે કોણે લાંચમાં ચોકલેટ લીધેલી...
કોની કોની ઘોડિયા વગર નીંદર બગડી'તી
સમજાય નઈ કશું તોય લોરી સંભળી'તી
વાગે કશું તો એને પપ્પાએ આત્તા કરી'તી
રડવાની મોજ આવી કોણે માણી'તી
આપણને જોઈ કોણે સીટી મારી'તી
યાદો કેટલી આપણા બાળપણમાં ભરી'તી
કોણે કોણે એને ફરી યાદ કરી'તી.
