બાળી બેઠા.
બાળી બેઠા.
વાઈફ સાથે સાળી બેઠા
જીવ અમારો બાળી બેઠા.
રોમાંસ ભરી ક્ષણો વચ્ચે
એક અમે કંટાળી બેઠા.
ફૂલો ફરતે ભેગા થઇને
નવરા નવરા માળી બેઠા.
ને એને હસતા જાેઇને
જીવ અમારો બાળી બેઠા.
ખુશીઓ તો પૂરી થઇ ગઈ
ઘરવાળો-ઘરવાળી બેઠા.
