અવિ
અવિ
અવિનાશ તું અવિ રાહ જોઉં હું કાલ ની
કર્ણ-દ્વારે મીઠાં ટહૂકે ટહૂકે ખિલે ફૂલ ;
બાળહાસ્ય ભરે હૈયું ખિલખિલાટ ઝૂલ...
મન-દ્વારે મધુર અવાજ કરે રૂડું ગુંજન;
જીવનરસ મનભરી માણે સ્નેહ ખૂબ...
હ્રદય-દ્વારે સ્પર્શી રૂડો રવ કરે સ્પંદિત ;
કૂણી કૂણી લાગણીઓનાં કરવા શા મૂલ ?
દિલ-દ્વારે મીઠી મઝાની સંવેદનાઓ ઝરે;
મૌનની મધુર મુલાયમતા તો થાય ડૂલ...
સ્નેહ-દ્વારે માણેલી સંવેદી પળો પાંગરે ;
સંભળાય દશે દિશાથી વેદગાન અતિમૂલ;
અંતર-દ્વારે પૂર્ણ પ્રેમ છલકે, મન મલકે ;
મેધધનુષી રંગો ઝરમર ઝરવા વ્યાકુલ...
રાહ જોઉં હું કાલની રાહ જોંઉ હું કાલની !
