STORYMIRROR

Darshana Hitesh jariwala

Abstract Fantasy Others

4  

Darshana Hitesh jariwala

Abstract Fantasy Others

અત્ર તત્ર સર્વત્ર

અત્ર તત્ર સર્વત્ર

1 min
278

જ્યારે મન હારી જાય ત્યારે કંઈક દૃશ્યમાન હોય,

એ અદ્રશ્ય થઈને પણ ભીંતરમાં દૃશ્યમાન હોય,


મને ડગલે પગલે હરતા દેખી હસે છે જગત કેવું !

છતાં, ભીંતરમાં શ્રદ્ધારૂપી સાગર દૃશ્યમાન હોય,


જ્યારે પળેપળ અંદરથી મનસનાં ટુકડે ટુકડાં થાય,

તમસમાં અંતરને સ્પર્શતો શક્તિપુંજ દૃશ્યમાન હોય,


નિરંતર કર્મો અકર્મોની પ્રબળ વહેતી અવિરત ધારા,

તરી જઈશું પ્રભુના નામની સંપૂર્ણ આસ્થા દૃશ્યમાન હોય,


જો નિરાશાની ગર્તામાં ઓજલ થઈ આશ છોડી દઈએ,

તો સંપૂર્ણ આશ બની છૂપી શક્તિ ભીતર પ્રવાહિત હોય,


અપૂર્ણતા ઘણી જીવનમાં હોય છતાં ભરોસો રાખીએ,

એક ઈશના દેવદૂતની હરપળ હાજરી દૃશ્યમાન હોય !


દર્શુ કહે સમજીને પણ ક્યાં સમજાય છે કોઈને અહીં ?

અત્ર તત્ર સર્વત્ર આદિ પરા શક્તિ હાજરાહજુર હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract